Back

શિનોર તાલુકાના બીથલી ગામ પાસે આઇસર અને એક્સ્યુવી કાર નો અકસ્માત થતા કારમાંથી દારૂની લૂંટફાટ થતો વીડિયો થયો વાઇરલ.

શિનોર નજીક કાર અને આઇશર ટેમ્પો વચ્ચે અકસ્માત, કારમાંથી દારૂ લઇ જતો વિડીયો થયો વાઇરલ...

શિનોર તાલુકાના બીથલી ગામના બસસ્ટેન્ડ પાસે આઇસર ટેમ્પો અને એક કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિને ઇજા થવા પામી હતી. જ્યારે કારની પાછળ ડિકીમાંથી દારૂની લૂટ ચલાવતો વિડીયો વાઇરલ થતા ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આઇશર ટેમ્પો નંબર GJ - 06 - AU - 7258 કેળા ભરવા જઇ રહી હતી ત્યારે સામેથી રોંગ સાઈડ  રાજપીપલાથી આવતી એક્સ્યુવી કાર આઇસર ટેમ્પો સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. 


સર્જાયેલા અકસ્માતમાં આઇસર ટેમ્પો ચાલકને ઇજા થતા ખાનગી વાહનમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. એક્સ્યુવી કારમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો  ભરેલી હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માત ગ્રસ્ત કારમાંથી લોકો  દારૂની બોટલોની લૂંટ કરતા વીડિયો થયા વાઇરલ થતા લોકોમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. ઘટનાની જાણ થતા શિનોર પોલીસે ઘટના સ્થળે પોહચી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. પોલીસે એકસયુવી કારને ટોઇંગ કરી સેગવા આઉટપોસ્ટ પર લઇ જઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે...

ફૈજ ખત્રી. શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..