Back

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા શિનોર નર્મદા નદી બેકાંઠે વહેતા માલસર ખાતે આવેલ આશ્રમોમાં પાણી ઘૂસી ગયા.

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા શિનોર નર્મદા નદી બે કાંઠે ગાંડીતુર બનતા શિનોર ના માલસર ગામ ખાતે આવેલ નિરમા આશ્રમમાં નર્મદાનદીના પાણી ઘૂસી જતા શિનોર નર્મદા નદીના કાંઠે આવેલા ૧૧ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.  


 સરદાર સરોવર નર્મદા ડેમ માંથી નર્મદા નદી માં છોડવામાં આવેલ પાણી ના કારણે શિનોર નર્મદા નદી નું જળસ્ત્રર માં ધરખમ વધારો થતાં શિનોર નર્મદા નદી ગાંડીતુર બનીને બે કાંઠે વહેતી થતા શિનોર વહીવટી તંત્ર સમગ્ર ઘટના ને ગંભીરતા સાથે ખડેપગે રહીને સતત નજર બનાવી રાખી છે અને શિનોર નર્મદા નદી કાંઠે ના ૧૧ ગામોને હાઇએલર્ટ કરીને નદી કાંઠે ન જવા સૂચનાઓ આપી દેવામાં આવી છે .

     શિનોર મામલતદાર બી.જી.મકવાણા અને શિનોર વહીવટી તંત્ર નર્મદા નદીમાં વધતા જળસ્ત્રર પર સતત મિત મડાવી રાખીને નર્મદા કાંઠા પર આવેલા ગામોના સરપંચ સહિત તલાટી કમ મંત્રીઓ ને સૂચનાઓ સહિત અગમચેતી દાખવા આદેશ કરી રહ્યા છે ત્યારે શિનોર ના માલસર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેવા નર્મદા નદીના કિનારે આવેલા ગજાનંદ આશ્રમ ,યોગાનંદ આશ્રમ , નિરમા આશ્રમ , સાંઈબાબા મંદિર સહિત ની જગ્યાઓ પર નર્મદા નદીના પાણી ઘૂસી જતા શિનોર મામલતદાર ,વહીવટી તંત્ર અને માલસર ગ્રામ પંચાયતના સરપંચ ,ઉપ સરપંચ અને તલાટી કમ મંત્રી સહિતનાઓ સતત નર્મદા નદીની જળ સપાટી પર નજર બનાવી બેઠા છે અને તમામ આશ્રમ મા વસવાટ કરતા લોકોને સલામતી ને ધ્યાને રાખીને મામલતદાર ની ઉપસ્થિતી મા સુરક્ષિત સ્થળ પર સ્થળાંતર કરવામાં આવ્યા હતા .જ્યારે નિરમા આશ્રમ ખાતે કથા ના ધાર્મિક કાર્યક્રમ મા ભાગ લેવા આવેલા શ્રદ્ધાળુઓ પણ સુરક્ષા ને ધ્યાને લઈને મહેસાણા પોતાના ગામે જવા રવાના થયા હતા.

     શિનોર મામલર દ્વારા સતત જળ સપાટી ની માહિતી મેરવી ને લોકો સુધી પહોંચાડવાની કામગીરી સતત કરી રહ્યા છે અને હાલ પણ શિનોર મામલતદાર બી.જી.મકવાણા સહિત વહીવટી તંત્ર માલસર નર્મદા નદી ના વધી રહેલા જળ સપાટી નું નિરીક્ષણ કરી રહ્યા છે.



ફૈઝ ખત્રી.શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..