Back

શિનોર પંથકમાં દસ દિવસના આતિથ્ય માણ્યા બાદ ગણપતિ બાપ્પાને ભારે હર્ષોઉલાસ સાથે વિદાય આપવામાં આવી.

શિનોર પંથક સહિત ના ગામોમાં છેલ્લા નવ દિવસ સુધી આસ્થા અને શ્રદ્ધાપૂર્વક વિધ્નહર્તા  ગણેશજીની પ્રતિમાનું ભારે હર્ષોલ્લાસ વિસર્જન કરવામાં આવ્યું હતું.



 સમગ્ર દેશ છેલ્લા નવ દિવસ થી આસ્થા અને શ્રદ્ધાપૂર્વક ગણેશજીની પૂજા અર્ચના કરીને નવ દિવસ સુધી સંપુર્ણપણે ભક્તિમાં લિન બની ગયો છે .ત્યારે શિનોર તાલુકામાં પણ ગણેશ મહોત્સવ રંગેચંગે ઉજવાય રહ્યો છે અને વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણેશજીની અલગ અલગ પ્રતિમા નું ગણેશ ચતુર્થી ના દિવસે બેસાડવામાં આવી હતી.અને સતત નવ દિવસ સુધી સવાર અને સાંજ ગણેશ ભક્તો દ્વારા ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તુમ જલદી આના સહિત ના જયગોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમ્ય માં પરિવરીત થવા પામ્યું હતું.

       અત્રે ઉલ્લેખનીય છે કે શિનોર પંથક સહિત આજુબાજુ ના ગામોના ના વિવિધ ગણેશ ભક્તો દ્વારા નવ દિવસ સુધી ગણેશ ઉત્સવ ને મણાવ્યાં બાદ તાલુકાના અનેક ઠેકાણે નવ દિવસ ના અંતે વિધ્નહર્તા ગણેશજીની પૂજા અર્ચના કર્યા બાદ આજરોજ શિનોર તાલુકા ના વિવિધ ગણેશ મંડળો સહિત શિનોર ના ગણેશ ભક્તો દ્વારા ડી.જે ના તાલે વાજતેગાજતે ગણેશજી ની પ્રતિમા ની ગણેશ વિસર્જન નિમિત્તે શોભાયાત્રાઓ કાઢીને શિનોર ના માલસર ગામે નર્મદા નદી માં શિનોર તાલુકાની ૮૨ ગણેશજીની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉપસ્થિત રહીને ગણેશજી ને ભાવભરી વિદાઈ આપી હતી.

     નર્મદા નદીમા સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા નદી બે કાંઠે વહેતા વિસર્જન દરમિયાન કોઈ અઘટિત ઘટના ન ઘટે તેને અનુલક્ષીને શિનોર પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત સાથે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું.



ફૈઝ ખત્રી. શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..