શિનોર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના તાલુકાપ્રમુખ તથા મહામંત્રીઓની વરણી કરાઈ.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આગેવાનો તથા હોદ્દેદારો દ્વારા શિનોર તાલુકા ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ તરીકે ચંદ્રવદનભાઈ પટેલ પુનિયાદ ( સી.એમ ) તથા મહામંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલ આનંદી તથા રમણભાઈ માછી માલસરની નિમણૂક કરાતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી હતી.
શિનોર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી ચંદ્રવદનભાઈ પટેલ તથા અગાઉ શિનોર તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રી તરીકે રહી નિષ્ઠાપૂર્વક સારી એવી કામગીરી કરનાર ધર્મેશભાઈ પટેલને રીપીટ કરીને બીજા મહામંત્રી તરીકે રમણભાઈ માછી નિમણૂક કરાતા કાર્યકરોએ ફુલહાર પહેરાવી મો મીઠું કરી ખુશી વ્યક્ત કરી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય સતિષભાઈ પટેલ ( નિસાળિયા )દ્વારા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત તાલુકા પ્રમુખશ્રી તથા મહામંત્રીઓને શુભેચ્છા પાઠવી હતી.
ફૈજ ખત્રી.




