Back

શિનોર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને આનંદી ગામના વતની ધર્મેશભાઈ પટેલ કૃભકોમાં બિન હરીફ ચૂંટાયા.

શિનોર તાલુકાના આનંદી ગામના વતની અને શિનોર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી  ધર્મેશભાઈ નગીનભાઈ પટેલ કૃભકોમાં વડોદરા. છોટાઉદેપુરના બિન હરીફ પ્રતિનિધિ ચૂંટાતા  ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.


વાત કરીએ તો મૂળ શિનોર તાલુકાના આનંદી ગામના વતની અને શિનોર તાલુકાના મહામંત્રી ધર્મેશભાઈ નગીનભાઈપટેલની એક સક્ષમ કાર્યકર્તા તરીકેની છાપ હોય તાજેતરમાં યોજાયેલ વડોદરા. છોટાઉદેપુરની  કૃભકોની ચૂંટણીમાં ધર્મેશભાઈએ ઉમેદવારી કરી હતી જેમાં પ્રતિ સ્પર્ધીઓના ફોર્મ રદ થતા ધર્મેશભાઈ પટેલ બીન હરીફ ચૂંટાયા હતા.જેથી સમગ્ર શિનોર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા પૂર્વ ધારાસભ્ય સતીષભાઈ પટેલ ( નિસાડીયા) દ્વારા ફુલહાર પહેરાવી મીઠાઈ ખવડાવી ધર્મેશભાઈને અભિનંદન પાઠવ્યા હતા.ફૈઝ ખત્રી.

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..