Back

શિનોર તાલુકામાં નવરાત્રિના નવ નોરતા પુરા થતા ભાવિક ભક્તો દ્વારા માલસર ખાતે જવારાનું વિસર્જન કરવામાં આવ્યું.

શિનોર તાલુકામાં નવરાત્રિના નવ નોરતા પુરા થતા આજે દશેરાના દિવસે પંથકના ભાવિક ભક્તો દ્વારા માલસર ખાતે જવારાનું વિસર્જન કરવામાં આવ્યું.

નવરાત્રી ના મહાપર્વ નિમિત્તે ઘણા લોકો નવરાત્રી ના ઉપવાસ સાથે ઘરમાં પણ માતાજીના જવારા ની સ્થાપના કરી માતાજી ની પૂજા ,જાપ ,જાગરણ કરતા હોય છે .નવરાત્રી માં નવ દિવસ સુધી માતાજી ની આરાધના અને નવ દિવસ માતાની પુરા વિધિ વિધાન થી પૂજા અર્ચના કરાય છે કહેવાય છે કે નવરાત્રી ના સમયે માતાનો ધ્યાન ,પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે .નવરાત્રી માં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અખંડ જ્યોતિ પ્રગટાય છે .અને નવ દિવસ સુધી ભાવિકભક્તો ઘરમાં જવારા ની સ્થાપના ની પૂજા અર્ચના કરે છે .ભાવિકભક્તો નું માનવું છે કે ઘરમાં  સ્થાપિત જવારા ભવિષ્ય ની કોઈ વાતની તરફ સંકેત ઈશારો કરે છે.

નવ દિવસ સુધી ભાવિકભક્તો દ્વારા માતાજીના જવારા સ્થાપિત કરીને પુરી શ્રધ્ધા સાથે પૂજા અર્ચના કર્યા બાદ નવરાત્રી ના દસ દિવસે મોટી સંખ્યામાં ભાવિકભક્તો દ્વારા શિનોર તાલુકા ના માલસર ગામે આવેલ નર્મદા નદી મા જવારા નું વિસર્જન કરવામાં આવ્યું હતું.ફૈઝ ખત્રી. શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..