Back

શિનોરથી સાધલી જવાના મુખ્ય રસ્તા ઉપર એક ખેતરમાં લીમડાના વૃક્ષ ઉપરથી છ ફુટનો મહાકાય અજગર ઝડપાયો.

શિનોર થી સાધલી જવાના મુખ્ય રસ્તા પરથી થોડાક અંતરે આવેલા એક ખેતરના લીમડા ના વૃક્ષ પરથી સાડા છ ફૂટ લંબાઈ કદ ધરાવતો મહાકાય અજગર ને વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ માલસર ના યુવાનો તેમજ વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને અજગર ને સહી સલામત જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો.


વડોદરા જિલ્લાના શિનોર ગામ ખાતે રહેતા ખેડૂત શંભુભાઈ મારવાડી આજરોજ પોતાના ખેતરમાં કામ અર્થે ગયા હતા .જે સમય દરમિયાન ખેતર ના છેડા પર આવેલા લીમડા ના વૃક્ષો પૈકી એક લીમડા પર નજર પડતા આશરે સાડા છ ફૂટ કદ ધરાવતો મહાકાય અજગર નજરે પડતા ખેડૂત તેમજ ખેતરમાં કામ કરતા મજૂરો મા ભય નો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.જેથી ખેડૂત દ્વારા શિનોર તાલુકા ના માલસર ગામેથી વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ના યુવાનોને ફોન કરીને જણાવતા યુવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા મહાકાય કદ ધરાવતો અજગર ને જોતા તેઓએ વન વિભાગ શિનોર ને પણ તાત્કાલિક જાણ કરી દીધી હતી જેથી શિનોર વન વિભાગ ની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી .લીમડા ના વૃક્ષ પર રહેલા સાડા છ ફૂટ કદ ધરાવતા મહાકાય અજગર ને દોઢ કલાક ની ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે રેક્સ્યુ કરવામાં સફરતા મળી હતી .શિનોર નજીક એક ખેતરમાં અજગર હોવાની વાત વાયુવેગે શિનોર પંથકમાં ફેલાઈ જતા અજગર ને જોવા માટે લોકટોળાં ઉમટી પડ્યા હતા.

        અત્રે ઉલ્લેખનીય છે કે શિનોર તાલુકામાં છેલ્લા એક મહિનામાં ચાર ઉપરાંત મહાકાય અજગર રેક્સ્યુ કરવામાં આવતા શિનોર તાલુકામાં અજગર ની પ્રજાતી વધુ હોવાની લોકમુખે ચર્ચાય રહ્યું છે.શિનોર ગામ પાસે ખેતર મા આવેલા લીમડા ના વૃક્ષ પરથી રેક્સ્યુ કરીને મહાકાય કદ ધરાવતા અજગર ને ભારે જહેમત બાદ રેક્સ્યુ કરીને સલામત રીતે જંગલ મા છોડી મુકવા આવતા સ્થાનિક લોકોએ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ના યુવાનો તેમજ વન વિભાગ શિનોર ની કામગીરી બિરદાવી હતી.

        શિનોર ગામે ખેતરમાં આવેલા લીમડા ના વૃક્ષ પર રહેલ અજગર નું રેસ્ક્યુ કરવાં માટે શિનોર વન વિભાગ ના ફોરેસ્ટર વી.એલ.પરમાર અને વન રક્ષક વિપુલભાઈ રબારી તેમજ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ના કાર્યકર ભરત મોરે સહિત અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ફૈઝ ખત્રી. શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..