Back

શિનોર તાલુકાના સાધલી ખાતે સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે સાધલી પ્રગતિ યુવક બોર્ડ દ્વારા સ્વચ્છતા અભિયાન જુમ્બેશ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે એક  અનોખો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.

સાધલી પ્રગતિ મંડળ દ્વારા સાધલી બસ સ્ટેન્ડપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મહાત્મા ગાંધીના વિચારોને લઈને સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક નાબુદી અભિયાન અંતર્ગત ભાગ લેનાર દરેકને એક કાપડની થેલી આપવામાં આવી હતી.

તથા સાધલી પટેલવાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં સર્વ ધર્મના યુવાનો અને વડીલોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

જેમાં નિયત સમય  સુધીમાં  ટોટલ ૧૦૦ યુનિટ  બ્લડ  એકત્રિત કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમમાં શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટના માલીક જીતુભાઇ. અગ્રણી મુકેશભાઈ બિરલા.મહિલા સરપંચ ઉષાબેન વસાવા.ઉપ સરપંચ જતીન પટેલ.નર્મદા સફાઈ અભિયાન ચલાવતા કિરણ દાદા જગન્નાથ મહારાજ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.


ફૈઝ ખત્રી. શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..