Back

શિનોર તાલુકાના સાધલી આઉટ પોસ્ટ ખાતે આગામી ઇદે મિલાદ પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ

સાધલી પોલીસ મથકમાં ઇદે મિલાદ પર્વ સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઇ...


સાધલી...મુસ્લિમ સંપ્રદાયના અાગામી ઇદે મિલાદ પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય એ હેતુસર વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના પી.એસ.આઇ બીહોલા સાહેબ તથા કરજણ સી.પી.આઇ કે.એમ.સોલંકી સાહેબ તથા સાધલી આઉટપોસ્ટના જમાદાર રમેશભાઈની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની એક બેઠક શુક્રવારે બપોર બાદ સાધલી પોલીસ મથકમાં યોજાઇ હતી. જેમાં સાધલી નગરના ઇદે મિલાદ ઝુલુસના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. 


શિનોર પી.એસ.આઇ બીહોલા તથા કરજણ સી.પી.આઇ સોલંકીએ અધ્યક્ષ સ્થાનેથી બોલતા જણાવ્યું હતું કે ઇદે મિલાદ પર્વ શાંતિપૂર્ણ રીતે સોહાર્દભર્યા માહોલમાં ઉજવણી કરવા ખાસ અનુરોધ કર્યો હતો અને કોઇપણ જાતની અફવાઓથી દુર રહી પોલીસ તંત્રને સહકાર અાપી કોમી એક્તાની ભાવનાથી પર્વની ઉજવણી કરવા અપીલ કરી હતી. શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત સાધલી નગરના ઇદે મિલાદ ઝુલુસના આયોજકોએ પણ સંપૂર્ણ સહકારની ખાત્રી અાપી હતી... 


સાધલી પોલીસ મથકમ‍ાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ જે તસવીરમાં નજરે પડે છે...


ફૈજ ખત્રી.

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..