Back

શિનોર તાલુકાના માલસર ગામેથી વિદેશી દારૂની બોટલ નંગ.૨૨ સાથે શિનોર પોલીસે એક વ્યક્તિને ઝડપી પાડયો.

શિનોર તાલુકા ના માલસર ગામે આવેલ સત્યકૃપા એપાર્ટમેન્ટ પાસેથી ભારતીય બનાવટ નો વિદેશીદારૂ ની બોટલો નંગ - ૨૨ મળી કુલ કિંમત રૂપિયા - ૯૦૨૦ /- ના મુદ્દામાલ સાથે એક ઇસમ ને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


શિનોર પોલીસ આગામી દિવાળી ના તહેવાર ને લઈને શિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.જે સમય દરમિયાન શિનોર તાલુકા ના માલસર ગામમાં આવેલ સત્યકૃપા એપાર્ટમેન્ટ પાસે એક ઇસમ શંકાસ્પદ હાથમાં વિમલના થેલો લઈને ઉભેલા ઇસમ પાસે જઈને ચેક કરતા વિમલ ના થેલામાં ભારતીય બનાવટ ની વિદેશીદારૂ ની બોટલો મળી આવી હતી.શિનોર પોલીસે ઝડપાયેલ ઇસમ પાસે વિદેશીદારૂ નો મુદ્દામાલ રાખવા અંગે પાસ પરમીટ માગતા તેની પોતાની પાસે નહિ હોવાનું જણાવતા શિનોર પોલીસે પાસ પરમીટ વગર અનઅધિકૃત રીતે વેચાણ કરવાના ઇરાદે ભારતીય બનાવટ નો વિદેશીદારૂ ની પ્લાસ્ટિક ની બોટલ નંગ - ૨૨ જેની એક બોટલ ની કિંમત રૂપિયા - ૪૧૦ /- લેખે કુલ કિંમત રૂપિયા - ૯૦૨૦ /- ના મુદ્દામાલ સાથે શિનોર પોલીસે વિજયભાઈ ચંદુભાઈ બારીયા રહે , માલસર ,રેલવે સ્ટેશન નાઓને ઝડપી પાડીને પ્રોહી એક્ટ મુજબ નો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

      અત્રે ઉલ્લેખનીય છે કે શિનોર પોલીસે દિવાળી ના તહેવાર ને લઈને સજાગ બનીને બુટલેગરો પર તવાઈ બોલાવીને પ્રોહી એક્ટ મુજબ નો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવતા શિનોર તાલુકા ના બૂટલેગરો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.



ફૈઝ ખત્રી. શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..