Back

શિનોર તાલુકાના સાધલી ખાતે ઇદે મિલાદુન્નબીની જુલુસસાથે શાનદાર ઉજવણી કરવામાં આવી.

સાધલી નગરમાં ઇદેમિલાદુન્નબી પર્વ પ્રસંગે મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઝુલુસ યોજાયું હતું...

ઇસ્લામ ધર્મના મહાન હજરત મુહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસ પ્રસંગે શિનોરના સાધલી નગરમાં સાધલી મદીના મસ્જિદ  કમિટીના નેજા હેઠળ ઝુલુસનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે બપોર બાદ મદીના મસ્જિદ પાસેથી મુસ્લિમ બિરાદરો ઝુલુસે મુહમ્મદીયહ  ભારે હર્ષોલ્લાસ સાથે સલાતો સલામના સાથે નગરના વિવિધ માર્ગો પરથી જ્યારે પસાર થયા ત્યારે નગરના માર્ગો પર જાણે કે અકિદતમંદોનો એક માનવસાગર લહેરાયો હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. નારાએ તકબીર નારાએ રિસાલત, સરકાર કી આમદ મરહબા, દિલદાર કી આમદ મરહબાના, નારાઓથી સમગ્ર નગરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. તથા ઠેરઠેર મુસ્લિમ બિરાદરો દ્વારા નિયાજની વહેંચણી કરવામાં આવી હતી.



ઝુલુસમાં નાના ભૂલકાઓ તથા યુવાનોના હાથમાં ઇદે મિલાદના ફ્લેગોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. શિસ્તબદ્ધ અને સંયમ સાથે હૈયે હૈયુ ભીડાય એવી જનમેદની ઝુલુસમાં જોવા મળી હતી. ઝુલુસમાં જોડાયેલા અકિદતમંદોએ મોટા ફળીયા ખાતે પહોંચી મુએ મુબારકની જિયારત કરી ધન્યતા અનુભવી હતી. કોઇ અનિચ્છનીય ઘટના ન બને એ માટે શિનોર પોલીસ મથકના પી.એસ.આઇ બીહોલા સાહેબ દ્વારા નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો હતો. ખુબ જ શાંતિપૂર્ણ માહોલમાં ઝુલુસ સંપન્ન થયું હતું. શિનોર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા ઇદે મિલાદ પર્વની શાનદાર ઉજવણી થઇ હોવાના અહેવાલ સાંપડ્યા હતા...


ફૈજ ખત્રી.

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..