Back

શિનોર તાલુકાના સાધલી ગામના મુસ્લિમ સમાજના લોકો ઇદે મિલાદુન્નબીની અનોખી રીતે કરેછે ઉજવણી.

મુસ્લિમ સમાજના આખરી પયગંબર મહંમદ સલ્લલ્લાહો અલયહિ વસલ્લમનો જન્મ દિવસ એટલેકે ઇદે મિલાદુન્નબી સમગ્ર વિશ્વમાં અને સમગ્ર ભારત ભરમાં ભારે ઉત્સાહ ભેર ઉજવવામાં આવે છે.

વાત કરવામાં આવે તો શિનોર તાલુકાના સાધલી ગામના મુસ્લિમ સમાજના લોકો મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરેછે. સાધલી ગામના મુસ્લિમ સમાજના લોકો મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસને આવકારવા માટે ભારે ઉત્સાહિત જોવા મળે છે.


 સાધલી ગામના મુસ્લિમ સમાજના લોકો રબીઉલ અવ્વલ મહિનાના પેહલા ચાંદથીજ દરેક સોસાયટીઓમાં તથા પોતાના ઘરો રંગબેરંગી લાઈટિંગથી તથા ઝંડા પતાકાથી સજાવી દેતા હોય છે.સાધલી ગામની સોસાયટીઓ જેવી કે નુરાની પાર્ક. સરદારનગર.ચાંદની પાર્ક.મોટું ફળિયું.નકુમવાળા જેવી     સોસાયટીઓમાં દુરુદ શરીફની મહેફિલો શરૂ કરી દેવામા આવે છે અને આ સિલસિલો આખો રબીઉલ અવ્વલ  મહિનો પૂરો થાય ત્યાં સુધી ચાલે છે. રબીઉલ અવ્વલ મહિનો પૂરો થતાં લાખો નહીં પણ કરોડોની સંખ્યામાં સાધલી ગામના મુસ્લિમ સમાજના લોકો હજરત મહંમદ પયગંબર સાહેબને જન્મ દિવસના ભેટ રુપે બક્ષેછે.

આ સમગ્ર પ્રોગ્રામની શરૂઆત કરનાર અને સફળ બનાવનાર  સાધલી મદીના મસ્જીદના પેશ ઇમામ મૌલાના અયુબકાદરી દ્વારા મહિનાના છેલ્લા દિવસે મદીના મસ્જિદ ખાતે દુરુદ શરીફનો પ્રોગ્રામ રાખવામાં આવે છે.

સમગ્ર મુસ્લિમ સમાજ માટે આ  પ્રેરણા રૂપ ઉત્તમ ઉદાહરણ સાધલીના મુસ્લિમ સમાજના લોકો આપે છે.



ફૈઝ ખત્રી. શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..