૧૦ વર્ષીય બાળક બન્યો પોલીસ ઇન્સ્પેક્ટર
જીવલેણ કેન્સર ની બીમારી થી પિડાતા 10 વર્ષીય લખન ( નામ બદલી ને લખ્યું છે ) પોલીસ ઇન્સ્પેક્ટર બનવાની ઈચ્છા આજે પુરી કરવામાં આવી, આજે લખન ને એક દિવસ માટે જે.પી.પોલીસ સ્ટેશન નો ઇન્સપેક્ટર બનાવવામાં આવ્યો હતો. ખાસ ઉલ્લેખનિય છે કે MAKE A WISH સંસ્થા દ્વારા જીવલેણ બીમારી થી પીડાતા બાળકો ની ઈચ્છા પુરી કરવાનું અનોખું અને ઉમદા કાર્ય કરે છે.
જીવલેણ બીમારીથી પીડાતા માસૂમ બાળકો ની ઈચ્છાપૂર્તિ કરી જે માસૂમ બાળકો યુવાની સુધી પણ પોહચી શકે એમ ના હોય એવા બાળકો ના ચેહરા ઉપર આનંદ રેલાવવાની કામગીરી MAKE A WISH નામની સંસ્થા દ્વારા કામગીરી કરવામાં આવે છે
વડોદરા ના 10 વર્ષીય લખન ને કેન્સર ની બીમારીએ જકડી લીધો છે. MAKE A WISH સંસ્થા ના કર્યકરો ને લખન ની ઈચ્છા વ્યક્ત કરી અને પોલીસ વિભાગ સાથે સંકલન કરી ને લખન ની ઈચ્છા પૂર્ણ કરવામાં આવી.
આજે જે.પી.રોડ પોલીસ સ્ટંશન નો લખને ઇન્સપેક્ટર તરીકે ચાર્જ લીધો
પોલીસ સ્ટેશન ના પુરા સ્ટાફે ખડેપગે લખનના આદેશનું પાલન કરવા તત્પર રહ્યા. પોલિસ ઇન્સપેક્ટર નો યુનિફોર્મ પહેરતા ની સાથે જ લખન ના ચેહરા ઉપર અનેરી ચમક આવી ગઈ હતી. પછી લખન ને ઇન્સપેક્ટર ની કામગીરી સમજાવવામાં આવી,
પછી ઇન્સ્પેક્ટર લખને રોલ કોલ બોલાવી ને પોલીસ કર્મીઓ સાથે વાતચીત કરી, આખા પોલીસ સ્ટેશનમાં ખૂણે ખૂણે જઈ બધું નિહાળ્યું અને તેના વિષે માહિતી મેળવી. પોલીસ ની ગાડી માં બેસી ને સમગ્ર વિસ્તારમાં પેટ્રોલીંગ કર્યું. બાળ ઇન્સ્પેક્ટર ને જોઈ ને રાહદારીઓ પણ બહુ આશ્ચર્યચકિત થઈ ગયા. લખન ના ચેહરા પરની ખુશી MAKE A WISH સંસ્થા અને પોલિસ દ્વારા શક્ય બન્યું.





