Back

દિવ્યાંગ પારિતોષિક માટે તા.૭ ઓગષ્ટ સુધીમાં અરજી કરવી

વડોદરા તા.૨૬ જુલાઇ૨૦૧૯ (શુક્રવાર)    વર્ષ-૨૦૧૯ માટે દિવ્યાંગ પારિતોષિક રાષ્ટ્રીય અને રાજયકક્ષાએ આપવામાં આવે છે. આ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. (૧) શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારી-સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યકતિ(૨) દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા (૩) દિવ્યાંગોને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સ કક્ષામાં રાષ્ટ્રીય-રાજયકક્ષાના પારિતોષિક માટેની અરજી નિયત નમૂનામાં અલગ-અલગ રજૂ કરવાની રહેશે.

    અરજીઓના નમૂના www.talimrojgar.gujarat.gov.in/www.employment.gujarat.gov.in પરથી મેળવી લેવા. આ ઉપરાંત મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરા ખાતેથી પણ તા.૬ ઓગષ્ટ-૨૦૧૯ સુધીમાં વિનામૂલ્યે અરજીપત્રકો મેળવી લેવા. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોછેલ્લા ત્રણ માસની અંદરનું દાકતરી પ્રમાણપત્ર અને અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્રોખોડ દર્શાવતા પોસ્ટકાર્ડ સાઇઝના ફોટોગ્રાફસ સહિત બિડાણમાં સામેલ રાખવા. નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ ઓફિસરે પણ ફોર્મમાંદર્શાવેલ કોલમ મુજબની પૂરેપૂરી વિગતો જણાવવી અને સંબંધિત જરૂરી બિડાણો સામેલ કરવા. ભરેલા અરજીપત્રકો સાધનિક દસ્તાવેજો સહિત બે નકલમાં મદદનીશ નિયામકશ્રીરોજગાર કચેરીવડોદરા ખાતે મોડામાં મોડી તા.૭ ઓગષ્ટ-૨૦૧૯ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે. અધૂરી વિગતોવાળી/નિયત સમયમર્યાદા વિત્યે મળેલી અરજીઓ માન્ય રહેશે નહિ. વધુ માહિતી-વિગતો માટે જરૂર જણાય તો મદદનીશ નિયામકશ્રી,રોજગાર કચેરી,મોડલ કેરીયર સેન્ટરપહેલો માળઆઇ.ટી.સી. બિલ્ડીંગઆઇ.ટી.આઇ. તરસાલીવડોદરાનો (૦૨૬૫) ૨૯૮૧૩૨૬૨૬૩૧૩૨૬ સંપર્ક સાધવો.  

 

 

વડોદરા ના તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..

વડોદરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..