Back

શહીદના સન્માનમાં સેંકડો નાગરિકો એરપોર્ટ ખાતે ઉમટી પડ્યાં...

શહેરના સપૂત આરિફ સફીઆલમ પઠાણના પાર્થિવદેહને વડોદરા લવાયો

રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ, સાંસદ રંજનબેન સહિતના મહાનુભવોએ

એરપોર્ટ ખાતે પુષ્પાજંલિ અર્પી

શહીદના સન્માનમાં સેંકડો નાગરિકો એરપોર્ટ ખાતે ઉમટી પડ્યાં

દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર અને શહેરના સપૂત એવા આરિફ સફીઆલમ પઠાણના પાર્થિવ દેહને વડોદરા એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યાં ભારતીય સેનાના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સાથે જ વીર શહીદના પિતાશ્રી, રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ સહિતના મહાનુભવોએ વીર શહીદને એરપોર્ટ પુષ્પાજંલિ અર્પી હતી.

વીર શહીદના સન્માનમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઇ શ્રીવાસ્તવ, ધારાસભ્ય જીતુભાઈ સુખડીયા, મેયર જીગીષાબેન શેઠ, કલેક્ટર શાલિની અગ્રવાલ, પોલિસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, ડેપ્યુટી મેયર જીવરાજ મહેતા, મહાનગરપાલિના વિરોધપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના મહાનુભવો હાજર રહ્યા હતા અને વીર શહીદને શ્રધ્ધાજંલિ પાઠવી હતી. શહેરના સપૂતના માનમાં શહેરના સેંકડો નાગરિકો ત્રિરંગા સાથે એરપોર્ટ ખાતે ઉમટી પડ્યા હતા અને હિન્દુસ્તાન ઝિંદાબાદ, ભારત માતા કી જય, શહીદો અમર રહો સહિતના નારાથી એરપોર્ટ પરિસર ગુંજી ઉઠ્યું હતુ.       

વીર શહીદ આરિફના પાર્થિવદેહની પૂરી કરવાની થતી કાયદાકીય પ્રક્રિયા બાદ આજ સવારના રોજ તેના પરિવારજનોને સોંપી દેવામાં આવશે. બાદ સવારમાં પરિવારની ધાર્મિક ક્રિયાઓ કર્યા બાદ બપોરની નમાજ બાદ વીર શહીદની દફનવિધિ કરવામાં આવશે.

 

 

વડોદરા ના તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..

વડોદરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..