Back

વડોદરામાં પરશુરામ જયંતિએ ભવ્ય શોભાયાત્રા નીકળી.

વડોદરા બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. જેમાં વિવિધ વેશભૂષામાં તૈયાર થયેલા બાળકો, યુવાનો ૨૧ બગીમાં જોડાયા હતા. ૫૦૦ જેટલી બાઇક ઉપર યુવાનો, ૧૦ ખુલ્લી જીપ, ૨૦૦ જેટલી કાર સાથે ભૂદેવો શોભાયાત્રામાં જોડાયા. મહારેલી માં આદિવાસી નૃત્ય અને આંખે પાટા બાંધીને સ્કેટીંગ કરતા ૧૨ વર્ષનાં છોકરાએ આકર્ષણ જમાવ્યું હતું.

પરશુરામના જય-જય કારથી માર્ગો ગુંજી ઉઠ્યા હતા. સૂર્યનગર ગરબા મેદાનથી નીકળેલી મહારેલીનું ઠેર-ઠેર સ્વાગત કરાયું. આ મહારેલી પાણીગેટ, માંડવી, ન્યાય મંદિર, અમદાવાદી પોળ ખાતે પંચમુખી મહાદેવ ખાતે મહાઆરતી લઈને સંપન્ન થઇ.

 

 

વડોદરા ના તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..

વડોદરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..