Back

વડોદરામાં રંજનબેન ભટ્ટ નો જંગી બહુમતીથી વિજય....

જ્યારે ૨૦૧૯ લોકસભાની ૫૪૨ સીટોનું પરિણામ જાહેર થઈ ગયું  છે. જેમા સમગ્ર ભારતમા મોદી લહેર તેમજ ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. અને મોદીની જન્મભુમી અને ભાજપનો ગઢ ગણાતું એટલે ગુજરાત જેમાં કુલ ૨૬ સીટો ઉપર લોકસભાની ચુંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના ખાતામાં ૨૬ માથી ૨૬ સીટો પ્રાપ્ત થઈ છે. જેના કારણે સમગ્ર ગુજરાતમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને ઠેર-ઠેર ફટાકડા ફોડી, મીઠાઇ ખવારવી, અને ઢોલ-નગારા સાથે વીજેતા ઉમેદવારોનું હાર પહેરાવી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

વડોદરા લોકસભાની બેઠક ઉપર ભાજપના મહિલા ઉમેદવાર રંજનબેન ભટ્ટનો ભવ્ય વિજય થયો છે. જેમને ૮,૮૩,૭૧૯ વોટ પ્રાપ્ત થયા છે. અને કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ ને ૨,૯૪,૫૪૨ વોટ મળ્યા છે. અને ભાજપ ના ઉમેદવારે પ્રસાંત પટેલ સામે ૫,૮૯,૧૧૭ ના મતોની સરસાઇ થી જીત મળવી છે.

વડોદરા ના તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..

વડોદરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..