Back

સગા મામાએ 13 વર્ષની ભાણીને બનાવી હવસનો શિકાર

બાળકીના પેટમાં ૨૦ અઠવાડીયાનો ગર્ભ હોવાનુ બહાર આવ્યું

વડોદરાના પૂર્વ વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષીય માસૂમ બાળકી પર એક વર્ષથી સગો મામો દુષ્કર્મ આચરતો હોવાની વિગતો સામે આવી છે. બાળકીને સારૂ ભણતર અપાવવા મામો અમદાવાદથી વડોદરા પોતાના ઘરે લઇ આવ્યો હતો. એક માસથી બાળકી તેની દાદીને પેટમાં દુખાવો થતો હોવાની ફરીયાદ કરતાં તેણીને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. હોસ્પિટલના ગાયનેક વોર્ડના તબીબોએ બાળકીના પેટમાં તપાસ કરતા ૨૦ અઠવાડીયાનો ગર્ભ હોવાનુ બહાર આવ્યું હતું. ભાણી સાથે રોજ રાતે દુષ્કર્મ આચરતો હોવાની વિગતો સામે આવી છે. પોલીસે મામલાની ગંભીરતાથી નોંધ લેઇને તપાસ શરૂ કરી છે.

વડોદરા ના તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..

વડોદરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..