Back

દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ

ભારત સરકારના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા તા.૧ એપ્રિલ-૨૦૧૮થી શિક્ષણના માધ્યમ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓના સશક્તિકરણ માટે એક અમ્બ્રેલા યોજના અંતર્ગત દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ કાર્યાન્વિત કરવામાં આવી છે. આ યોજનામાં પ્રિ-મેટ્રિક, પોસ્ટ મેટ્રિક, ઉચ્ચશ્રેણી શિક્ષા, નેશનલ ઓવરસીઝ (રાષ્ટ્રીય સમુદ્ર પારીય),રાષ્ટ્રીય ફેલોશીપ, નિઃશુલ્ક કોચીંગ સહિતની શિષ્યવૃત્તિનો સમાવેશ થાય છે.

શિષ્યવૃત્તિ સંબંધિત અભ્યાસક્રમ, આવક મર્યાદા,શિષ્યવૃત્તિની રકમ, અરજી કરવાની પધ્ધતિ સહિતની સમગ્ર માહિતી રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ www.scholarships.gov.in તથા www.disablilityaffairs.gov.in પર ઉપલબ્ધ છે. પ્રિ-મેટ્રિક, પોસ્ટ મેટ્રિક, ઉચ્ચશ્રેણી શિક્ષા શિષ્યવૃત્તિ મેળવવા રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ www.scholarships.gov.in પર ઓનલાઇન અરજી કરવી. યોજના સંબંધિત વધુ વિગતો બાળલગ્ન પ્રતિબંધક સહ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, સી-બ્લોક, પહેલો માળ, નર્મદા ભવન-વડોદરાનો (૦૨૬૫) ૨૪૨૮૦૪૮ પર સંપર્ક કરવો.   

 

વડોદરા ના તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..

વડોદરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..