Back

તિલકવાડા આઇ.ટી.આઇ. ખાતે પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારો જોગ 15/10/2019 સુધી અરજી કરી સકશો...

તિલકવાડા આઇ.ટી.આઇ. ખાતે પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારો જોગ


રાજપીપલા, મંગળવાર : જુનેદ ખત્રી


આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, તિલકવાડામાં છઠ્ઠા રાઉન્ડ (સત્ર ૨૦૧૯) ની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. સંસ્થા ખાતે કોમ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA), મિકેનિક ડીઝલ, વેલ્ડર તથા ઇલેક્ટ્રીશીયન ટ્રેડમાં બેઠકો માટે પ્રવેશ ફોર્મ ભરવાની અને કન્ફર્મ કરવાની છેલ્લી તારીખ ૧૫/૧૦/૨૦૧૯ સુધી સવારના ૯:૩૦ કલાક થી સાંજના ૫:૩૦ વાગ્યા સુધી જમા કરાવી શકાશે, તેમ આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, તિલકવાડા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.