Back

સાગબારા આઇ.ટી.આઇ. ખાતે ખાલી રહેલ બેઠકોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારો જોગ

સાગબારા આઇ.ટી.આઇ. ખાતે ખાલી રહેલ બેઠકોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારો જોગ 

 

રાજપીપલા, મંગળવાર : જુનેદ ખત્રી


આઇ.ટી.આઇ. સાગબારા ખાતે પાંચમાં રાઉન્ડ અંતિત ઇલેકટ્રીશીયનની વ્યવસાયમાં ખાલી રહેલ કોપા, વાયરમેન, ફીટર, સુઇંગ ટેકનોલોજી અને નોન એફીલેટેડ જી.સી.વી.ટી. વ્યવસાય/બેઠકોમાં પ્રવેશ સત્ર ૨૦૧૯ માં છઠૃા રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે અગાઉ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરેલ હોય પરંતુ કોઇ કારણસર પ્રવેશથી વંચિત રહેલ તેવા તમામ ઉમેદવારોએ અગાઉ ઓનલાઇન ફોર્મ રજીસ્ટ્રેશન કરાવ્યા અંગેની પહોંચની નકલ સાથે અત્રેની સંસ્થાને તા. ૧૪/૧૦/૨૦૧૯ સુધીમાં અરજી રજીસ્ટર કરાવવાની રહેશે. તેમજ નવા ફોર્મ ભરવા ઇચ્છતા ઉમેદવારોએ પણ ઉપરોકત સમયગાળા સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરી રૂા. ૫૦/- ફી ભરી રજીસ્ટ્રેશન કરાવી તા. ૧૫/૧૦/૨૦૧૯ ના રોજ પ્રવેશ મેળવવા માટે સવારે ૧૦:૦૦ કલાકે તમામ આધાર પુરાવાઓ સાથે રૂબરૂમાં ઉપસ્થિત રહેવાનું રહેશે, તેમ આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સાગબારા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે