Back

નર્મદા જિલ્લામાં સ્કીલ્સ કાઉન્સીલ ઇન્ડિયા-માણસા દ્વારા સિકયુરીટી તાલીમ માટેના રજીસ્ટ્રેશન કેમ્પ

નર્મદા જિલ્લામાં સ્કીલ્સ કાઉન્સીલ ઇન્ડિયા-માણસા દ્વારા સિકયુરીટી તાલીમ માટેના રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન


આજે સાગબારા અને આવતીકાલે નાંદોદમાં કેમ્પ


રાજપીપલા,  : જુનેદ ખત્રી


સિકયુરીટી સ્કીલ્સ કાઉન્સીલ ઇન્ડિયા લિ., સર્વોદય છાત્રાલય-માણસા, માણેકપુર રોડ, જિ. ગાંધીનગર દ્વારા સુરક્ષા ગાર્ડ તથા સુરક્ષા સુપરવાઇઝરની ભરતી માટેના એક દિવસીય સિકયુરીટી તાલીમ વર્ગનું નર્મદા જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના સહયોગથી આયોજન ઘડી કઢાયું છે.  


તદ્અનુસાર તા. ૧૬ મી જુલાઇ ૨૦૧૯ ને મંગળવારના રોજ શ્રી જે.કે.હાઇસ્કુલ સાગબારા ખાતે સાગબારા તાલુકા અને તા. ૧૭ મી જુલાઇ, ૨૦૧૯ ને બુધવારના રોજ શ્રી એમ. આર. વિદ્યાલય, રાજપીપલા ખાતે નાંદોદ તાલુકા માટેનો રજીસ્ટ્રેશન કેમ્પ સવારના ૧૦=૦૦ થી સાંજના ૪=૦૦ કલાક દરમિયાન યોજાનાર છે, જેની જાહેર નોંધ લેવા જાણાવાયું છે. 


સુરક્ષા ગાર્ડ માટે વય મર્યાદા ૨૦ થી ૨૫ વર્ષ, શૈક્ષણિક લાયકાતમાં ધો.૧૦ પાસ/નાપાસ, ઉંચાઇ ૧૬૮ સે.મી., વજન-૫૨ (બાવન) કિલોગ્રામ, રાજય સરકારના નિયમોનુસાર પગાર રૂા. ૧૦ હજારથી રૂા. ૧૪ હજાર તથા સુપરવાઇઝર માટે વયમર્યાદા ૨૧ થી ૩૫ વર્ષ, શૈક્ષણિક લાયકાત ૧૨ મી પાસ/બી.એ., ઉંચાઇ-૧૭૦ સે.મી. અને રાજય સરકારના નિયમોનુસાર પગાર રૂા. ૧૪ થી રૂા.૧૬ હજારનો રહેશે


ઉપરોકત દર્શાવેલ તારીખોએ ભરતી સમયે જરૂરી પ્રમાણપત્રો-ધો-૧૦ પાસ/નાપાસની માર્કશીટ, બે ફોટા, આધારકાર્ડની નકલ તથા લિવીંગ સર્ટીફીકેટ લઇ આવવાનુ રહેશે. ઇફકો, બેન્ક, એ.ટીએમ., મોલ, હોટલ ઉદ્યોગ, કંપની, મધર ડેરી, અમૂલ ડેરી, આઇ.ટી.આઇ., રેલ્વે સ્ટેશન, એરપોર્ટ, હોન્ડા, સૂઝુકી, એપોલો, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા બિરલા વગેરે જેવી કંપનીઓ માસિક વેતન ઉપર રાખવામાં આવશે, તેમ ડેપ્યુટી કમાન્ડન્ટશ્રી રિજીયોનલ ટ્રેનીંગ સેન્ટર-માણસા (ગાંધીનગર) તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.