Back

તા. ૨૮ ઓગસ્ટ થી તા. ૯ મી સપ્ટેમ્બર દરમિયાન હિંમતનગર ખાતે ઇન્ડીયન આર્મીમાં જોડાવા માટે ભરતીમેળો યોજાશે

તા. ૨૮ ઓગસ્ટ થી તા. ૯ મી સપ્ટેમ્બર દરમિયાન હિંમતનગર ખાતે ઇન્ડીયન આર્મીમાં જોડાવા માટે ભરતીમેળો યોજાશે


તા. ૨૮ ઓગસ્ટ થી તા. ૯ મી સપ્ટેમ્બર દરમિયાન હિંમતનગર ખાતેઇ ન્ડીયન આર્મીમાં જોડાવા માટે ભરતીમેળો યોજાશે

   

રાજપીપલા, જુનેદ ખત્રી


ઇન્ડિયન આર્મીંમાં જોડાવવા માંગતા રાજયના યુવાનો માટે આગામી  તા. ૨૮ મી ઓગસ્ટથી તા. ૯ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ સુધી હિંમતનગરમાં ભરતીમેળાનું આયોજન કરાયું છે. આ માટે તા. ૨૯ મી જુનથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે તા. ૧૨ મી  ઓગસ્ટ, ૨૦૧૯ સુધી ચાલશે. સોલ્જર જનરલ ડ્યૂટીમાં આવતી વિવિધ જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ છે. આ ભરતીમેળામાં ભાગ લેવા ઇચ્છતા યુવાનો www.joinindianarmy.nic.in વેબસાઇટ પરથી રજીસ્ટ્રેશન કરાવી શકે છે, તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી, રાજપીપલા-નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે